Sunday, August 9, 2015

WONDERFUL VILLAGES

ખાસ વાંચવા જેવું...
=============
કહેવાય છે કે ભારત તો ગામડાઓ માંજ વશે છે. અહી ભારતના ૮ અજબ-ગજબ ગામો વિષે માહિતી આપવામાં આવી છે. તમે કમ સે કમ એકવાર તો આ ગામોમાં અચૂક જવા માંગશો...
==========================
(૧) એક ગામ જ્યાં દૂધ અને દહીં હજુ પણ મફત માં મળે છે.
...આ ગામના લોકો દૂધ અને એમાંથી બનતી દૂધ-પેદાસો ને વેચતા નથી પણ મફત માં આપી દે છે, એ લોકોને જેની પાસે ગાય કે ભેસ નથી. ધોળકા ગુજરાત ક્ષેત્ર માં આવેલું આ ગામ શ્વેત ક્રાંતિ માટે પ્રશિદ્ધ બન્યું છે. આજે જયારે માણસાઈ મરણોત્તર છે અને કોઈ કોઈને પાણી માટે પણ નથી પૂછતું ત્યારે અહી દૂધ દહીં મફત માં વહેચાય છે. ગામ ના એક પુજારી જણાવે છે કે એમને મહીને લગભગ ૭૦,૦૦૦ રૂપિયાનું દૂધ દહીં મફતમાં મળે છે.
==========================
(૨) અહી આજે પણ રામ રાજ્ય છે.
...મહારાષ્ટ ના અહમદનગર જીલ્લામાં નેવાસા તાલુકામાં આવેલું શનિ શિન્ગ્રાપુર ભારતનું એક એવું ગામ છે જ્યાં લોકોના ઘરે એક પણ દરવાજો નથી. એટલુજ નહિ કોઈની દુકાન ધંધા પર પણ કોઈ દરવાજો નથી. અહી ગામનો કોઈ પણ માણસ પોતાની બહુમુલ્ય વસ્તુને તાળું નથી લગાવતો છતાય આજ સુધી અહી ક્યારેય ચોરી નથી થઇ.
==========================
(૩) એક અનોખું ગામ જ્યાં આજે પણ સૌ કોઈ સંસ્કૃત બોલે છે.
...આજના સમયમાં આપણી રાષ્ટભાષા હિન્દી પણ પોતાની ઓળખાણના સંકટથી પસાર થઇ રહી છે ત્યારે કર્નાટકના શિમોગા શહેરથી થોડેજ દુર તુંગ નદીના કિનારે વસેલું એક ગામ છે મુતુરું જ્યાં પ્રાચીન કાળથી આજ દિન સુધી સંસ્કૃત બોલાય છે. મુતુરું ગામ પોતાની વિશીસ્ટ ઓળખાણના લીધે ચર્ચા માં રહ્યું છે. આ ગામની માતૃભાષા સંસ્કૃત છે અને દરેક બાળકનું પ્રારંભિક શિક્ષણ સંસ્કૃતમાં ભણાવાય છે.
==========================
(૪) આ જે જુડવા લોકોનું ગામ જ્યાં રહે છે ૩૫૦ થી વધારે જુડવા.
કેરલના માંલ્લપુરમ જીલ્લા માં કોડીન્હી ગામને જુડવાનું ગામ (twins village) તરીકે ઓળખાય છે. અહી વર્તમાન માં લગભગ ૩૫૦ જુડવા જોડાઓ રહે છે જેમાં નવજાત શિશુ થી લઇને ૬૫ વર્ષના વૃદ્ધો પણ શામિલ છે. આ ગામ માં ઘર, સ્કુલ, દુકાન દરેક જગ્યાએ જુડવા લોકો જોવા મળે છે.
==========================
(૫) એક ગામ જ્યાં છત ઉપર રાખેલી પાણીની ટાંકીથી થાય છે ઘરોની ઓળખાણ.
...આ કહાણી પંજાબ ના જલંધર શહેર પાસે આવેલા ઉપ્પલા ગામ ની છે. આ ગામ ના લોકોની ઓળખાણ તેમના ઘર ઉપર બનેલી પાણી ની ટાંકીઓ થી થાય છે. હવે તમે વિચારતા હશો કે વડી પાણીની ટાંકીમાં તો એવી શું વિશેષતા હશે? તો અમે તમને જણાવી દઈએ કે આ ગામ માં કોઈ સામાન્ય પાણી ની ટાંકી નથી પણ એરોપ્લેન, શીપ, ઘોડાગાડી, ઘોડો, ગુલાબ, કાર, બસ વગેરે આકાર વાળી ટાંકીઓ છે.
ગામ ના મોટાભાગના લોકો વિદેશ માં રહે છે. ગામ ના એન.આર.આઈ લોકો દ્વારા વૈભવી ટાંકીઓ બનવાની એક અનોખી હોળ લાગી છે. લોકો પોતાના ઘર ઉપર વિભિન્ન આકૃતિ વાળી પાણીની ટાંકીઓ બનાવી ને પોતાના રુદ્બાને પ્રદર્શિત કરે છે. કોઈ સિંહની આકૃતિ બનાવે છે તો કોઈ હાથીની તો કોઈ બીજી કઈ. આવી અનેક આકૃતિઓ વાળી પાણીની ટાંકીઓ ગામના ઘરોની છત ઉપર જોવા મળે છે. અને જે તે ઘર ના લોકો એના ઘર પર રહેલી ટાંકીની આકૃતિ ના પ્રતિકથી ઓળખાય છે.
==========================
(૬) એક શ્રાપ ને કારણે આ ગામ ૧૭૦ વર્ષ થી વિરાન છે. રાત્રે રહે છે ભૂત પ્રેતો નો વાસ.
...આપણા દેશ ભારતના કેટલાય ગામ અનેક રહસ્યો ને સંગ્રહીને બેઠા છે. આવુજ એક ગામ છે રાજસ્થાન ના જેસલમેર જીલ્લા નું કુલધરા ગામ. આ ગામ માં પહેલા પાલીવાલ બ્રહ્મણો વસતા હતા, જે અતિ સમૃદ્ધ હતા. એક સમય નું સમૃદ્ધ આ ગામ પાછલા ૧૭૦ વર્ષ થી વિરાન પડ્યું છે. કુલધરા ગામના હજારો લોકો એકજ રાત માં આ ગામ ને છોડીને ચાલ્યા ગયા હતા. અને જતા જતા શ્રાપ આપીને ગયા કે ફરીથી આ ગામ માં કોઈ નહિ વસી શકે, ત્યારથી આ ગામ વિરાન પડ્યું છે. આ ગામ આજે એક પર્યટક સ્થળ છે, દિવસ દરમિયાન અનેક સહેલાણીઓ અહી આવે છે પણ સાંજ પડતાની સાથેજ અહી કોઈ રહેતું નથી. આજે આ ગામ માં કોઈ રહેતું નથી.
==========================
(૭) આ ગામ જો કોઈ પણ વસ્તુ ને અડ્યા તો થશે ૧૦૦૦ રૂપિયા નો દંડ.
...હિમાચલ પ્રદેશના કુલ્લું જીલ્લા માં અતિ દુર્ગમ સ્થળે સ્થિર છે મલાણા ગામ. આ ગામ ને તમે ભારતનું સૌથી રહસ્યમય ગામ કહી શકો છો. ગામ ના નિવાસીઓ પોતાને સમ્રાટ સિકંદરના સૈનિકોના વંશજો મને છે. અહી ભારતના કાયદા-કાનુન નથી ચાલતા, અહી ની પોતાની એક સંસદ છે જે બધા ફેસલા કરે છે. મલાણા ગામ ભારત દેશ નું એક માત્ર એવું ગામ છે જ્યાં મુગલ સમ્રાટ અકબર ની પૂજા થાય છે. બહાર થી આવેલા કોઈ વ્યક્તિએ કોઈ વસ્તુ ને અડકી દીધી તો એને દંડ ભરવો પડે છે. દંડ ની રકમ ૧૦૦૦ રૂપિયા થી ૨૫૦૦ રૂપિયા સુધીની હોય છે. પોતાની વિચિત્ર પરંપરાઓ અને લોકતાંત્રીક વ્યવસ્થા ના કારણે પ્રખ્યાત થયેલા આ ગામ માં દર સાલ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ ને રોકાવાની વ્યવસ્થા ગામ માં નથી, તેઓ ગામ ની બહાર ટેન્ટ માં

No comments:

Post a Comment